જોગી મત જા
ગઈ સદી દરમિયાન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ઉચ્ચત્તમ પ્રદાન કરી પ્રથમ હરોળના સંગીત સંગીતજ્ઞોમાં સ્થાન મેળવનાર પં. ઓમકારનાથ ઠાકુરના નિધનને 50 વર્ષ થયાં તે નિમિત્તે, તેમની સ્મૃતિને અંજલિ રૂપે કાર્યક્રમ 'જોગી મત જા, મત જા, મત જા...' રવિવાર 17 ડિસેંબરની સવારે ભવન ઓડિટોરિયમ, ચોપાટી, મુંબઈ ખાતે યોજાઈ ગયો.

સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે યોજાતી કાર્યક્રમ શ્રેણી હેઠળ, જાણીતી સાંસ્કૃતિક સંસ્થા 'ઉદયન'નાં સક્રિય સહયોગ સાથે આ આયોજન સંપન્ન થયું હતું.

જાણીતા સંતૂરવાદક સ્નેહલ મઝુમદારના સંચાલન હેઠળ રજૂ થયેલા આ કાર્યક્રમમાં શ્રદ્ધા શ્રીધરાણી, નુપૂર જોશી તથા જાહનવી શ્રીમાંકરે, પંડિતજીની બંદિશોમાં ગીત-ગઝલ-ઠુમરીની રચનાઓ પેશ કરી હતી. વિખ્યાત વાયોલીન વાદક પદ્મભૂષણ શ્રીમતી એન રાજમની દોહિત્રી નંદિની શંકરે વાયોલીન પર પંડિતજીની બંદિશ રજૂ કરવા ઉપરાંત અન્ય કલાકારોના ગાયનમાં પણ સંગત કરી હતી. સાથોસાથ આ રચનાઓનું ભક્તિ દેશપાંડેએ કથક નૃત્ય દ્વારા ભાવવિરૂપણ કર્યું હતું. પંડિતજીના બનારસ નિવાસ દરમિયાન વર્ષો સુધી એમની સાથે રહેલા પ્રદીપ દીક્ષિતનાં પત્ની ડૉ અર્ચનાબેને પંડિતજી સાથેનાં વિવિધ સંસ્મરણો તાજાં કર્યાં હતાં. પંડિતજીના કંઠમાં રેકોર્ડ થયેલા 'પગ ઘુંગરુ બાજે' પર ભક્તિ દેશપાંડેએ નૃત્ય સંગત કરી હતી. પંડિતજીને અતિ પ્રિય એવા 'જોગી મત જા...' ગીતથી કાર્યક્રમનું સમાપન થયું હતું.
QUICK LINKS
  Bhavan's Books   Periodicals   Our Websites   Bhavan's (H.O), Mumbai
 
Online Bookstore
Locate A Store
Catalogue
Book Enquiry
 
Bhavan's Journal
Bhavan's Navneet
Navneet Samarpan (Gujarati)
Dimdima
Bharatiya Vidya
Samvid
Astrological Journal
 
www.dimdima.com
www.dimdimamagazine.com
www.navneetsamarpan.com
www.navneethindi.com
www.amritabharati.info
Gandhi Institute Website
www.bhavanslibrary.org
www.events.bhavans.info
 
Bhavans Kala Kendra
Bharatiya Sangeet & Nartan Shikhsapeeth
Jyotish Bharati
Bhavan's Library
Sanskrit Studies
Forthcoming Events
--: Bhavan - Chowpatty
--: Bhavan - Andheri