NAVNEET SAMARPAN    
Gujarati Monthly Digest
જીવન...સાહિત્ય...સંસ્કાર...
'નવનીત સમર્પણ'... ગુજરાતનાં નાનાં-મોટાં ગામોમાં અને જગતનાં દૂર-સુદૂર સ્થાનોમાં વસનારી ગુજરાતી-ભાષી પ્રજાને ભારતીય વિદ્યા ભવને આપેલી એક મહામૂલી ભેટ છે અને એ અનોખી પ્રજાના વિજ્ઞાનમય સૂક્ષ્મ શરીરનું ભવને કરેલું ઝાઝેરું જતન છે.
  સિતાંશુ યશશ્ચંદ્ર
(વિદ્વાન કવિ,સંપાદક... નવનીત સમર્પણની સુવર્ણજયંતી નિમિત્તે ડિસેમ્બર 2008)
મિત્રોને નવનીત સમર્પણની ભેટ આપો.
Feedbacks
હું ‘નવનીત’નો એના આરંભકાળથી જ પ્રશંસક રહ્યો છું એટલું જ નહીં, પણ એમાં કૃતિ મોકલવાનું મને હંમેશાં ઉત્કટ મન થાય છે. અને જ્યારે તે તેમાં પ્રગટ થાય છે ત્યારે હું એક જાતના પ્રહર્ષ અનુભવું છું.
હું આ માસિકમાં છેક શ્રી હરીન્દ્ર દવે તંત્રી હતા ત્યારથી લખતો આવ્યો છું તે હવે શ્રી દીપક દોશી તંત્રીપદે છે ત્યારેય એમ કરવાનું મારું સૌભાગ્ય સમજું છું.
આમ જોઈએ તો ‘નવનીત સમર્પણ’ એક સંપૂર્ણ માસિક જેવું પ્રકાશન છે; એમાં ભિન્નરુચિને ભાવતો રસથાળ પીરસાય છે. આરંભમાં જ આપણી અધ્યાત્મસમૃદ્ધિ, રહસ્યમય તાત્વિક અનુભૂતિનું નિદર્શન હોય છે. તો અંત ભાગમાં આધુનિક વિજ્ઞાનની કોઈ વાત હોય છે. મૂળ વાલ્મીકિ રામાણયના હપ્તાવાર શ્લોકો એના અર્થ સાથે પ્રગટ થાય છે, શ્રી દિનકર જોશીની તથા શ્રી ધ્રુવ ભટ્ટ જેવા આધુનિક નવલકથાકારોની નવલકથા પણ હપ્તાવાર પ્રગટ થાય છે. કાવ્યવિભાગ તો ‘સમર્પણ’નો જ. તેનો દીપોત્સવી અંક તો ખરેખર જોવા જેવો હોય છે. એમાં આવતો ‘કાવ્યવિભાગ’તો જો એ જુદો કરી પ્રગટ કરીએ તો એક સારું સરખું સ્વતંત્ર વાર્ષિક ચયન થઈ શકે એવું પુનઃ પુનઃ વાચનક્ષમ પ્રકાશન બની શકે તેવું માતબર હોય છે. એમાં અખિલ ગુજરાતની સિદ્ધહસ્ત કલમો રજૂ થતી હોય છે. મારા જેવા કેટલાક વાચકો તો સૌપ્રથમ એ જ વિભાગ વાંચે છે ને વાગોળે છે. આ બધું ગંભીર ગણીએ તો હળવા હાસ્યરસની બે કોલમો અંત ભાગમાં આવે છે જે અંકને સમતોલ બનાવે છે. હું તો તરત જ છેલ્લું પાનું પ્રથમ વાંચું છું. ‘હાસ્યેન સમાપયેત.’ હા, હું હાસ્યથી સમાપન કરતો નથી, પ્રારંભ કરું છું. પ્રા. શરીફાબેન વીજળીવાળાના એસએમએસ પણ એવા જ રસ પીરસે છે. ‘શિશુમુખેથી’ વિભાગ તો વડીલોને ખૂબ વહાલો થઈ પડ્યો છે. ‘નવનીત’ના દીપોત્સવી અંકો પુસ્તકાલયોમા કાયમ સંભાળી રાખવા જેવા કીમતી નવડ્યા છે. તેનો નવલિકાવિભાગ પણ સંઘરી રાખવા જેવું વાચન પૂરું પાડે છે.
આ બઘું જ શુદ્ધ જોડણીમાં હોય છે એ કેટલું આનંદપ્રદ નીવડે છે! દરેક અંક ઠીક ઠીક દળદાર હોય છે! દીપોત્સવી અંક તો ખાસ.
‘નવનીત’ એ ભારતીય વિદ્યા ભવનન ઉપક્રમે પ્રગટ થાય છે પણ તે માત્ર તે સંસ્થાના જ સમાચારનું મુખપત્ર નથી રહેતું, મુંબઈથી પ્રગટ થાય છે. પણ તે માત્ર મુંબઈગરા લેખકોનું માસિક નથી રહેતું; તે આખા ગુજરાતના જીવન અને સાહિત્યનું માસિક બની રહે છે. તે કોઈ એક વાદને વરેલું નથી; પણ તે ખુલ્લા મનનું વાહક બની રહે છે; તે આખા કુટુંબમાં વંચાય છે. ભિન્ન ભિન્ન રુચિના ભાવકને તેમાંથી કંઈ ને કંઈ રસપ્રદ મળી રહે છે. આ અર્થમાં તે એક સંપૂર્ણ જીવનનું વાચક એવું પૂર્ણ માસિક બની રહે છે એટલું જ નહીં, આપણી ભારતીય સંસ્કૃતિનું જે સારવેલું-તારવેલું ‘નવનીત’ તત્ત્વ પણ છેવટે ભાવકમાં સંચિત થાય છે એથી એનું શીર્ષક પણ સાર્થક થતું જોવામાં આવે છે. હું ‘નવનીત’ને તેની સુવર્ણજયંતી નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું ને એને ‘શતાબ્દી’ તરફ જવા શુભેચ્છા પાઠવું છું. સ્વીકારશો.
ઉશનસ્ (કવિ)
SAMPLE PAGES of this issue in Digital Format is availabe online.
CLICK HERE
વર્ષ : ૩૮અંક : ૬ઓક્ટોબર ૨૦૧૭
મુનશીવાણી
શબ્દમૂળની શોધ
કૃષિવિષયક શબ્દાવલિ
હેમન્ત દવે
ભઈલા! મારું માન, આ બલાને છોડી દે
હોમી દસ્તુર
૧૫ આજની વાત
રાજકારણ – ગઈકાલ, આજ અને આવતીકાલ
નગીનદાસ સંઘવી
૨૧ આજની વાતઃ ચિત્રકાર અતુલ ડોડિયા અને કવિ પ્રેમાનંદની સંગતમાં માંડેલી
સિતાંશુ યશશ્ચન્દ્ર
૨૭ આજની વાત
ગુલામ મોહમ્મદ શેખ
૩૦ ડિજિટલ જગત અને આદરભાવ
બાબુ સુથાર
૩૫ આમાર એઈ પથ, ચલાતેઈ આનંદ!
સુભાષ ભટ્ટ
૪૨ આજની વાતઃ મનોવિજ્ઞાન અને અધ્યાત્મ
પારુલ દોશી
૪૮ સિનેમાઃ આજની વાત નિરંતરની વાત
અમૃત ગંગર
૫૭ ઉસ્તાદ આશિષ ખાનઃ એક મુલાકાત
આરાધના ભટ્ટ
૭૯ હાસ્યમેળો
ધનસુખલાલ મહેતા / જ્યોતીન્દ્ર દવે, રતિલાલ બોરીસાગર, વિનોદ ભટ્ટ, રમણ સોની, નટવર પંડ્યા
૯૫ કાવ્યધારા
ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાન્ત ટોપીવાળા, ભાનુપ્રસાદ પંડ્યા, રાજેન્દ્ર શુક્લ,લલિત ત્રિવેદી, માધવ રામાનુજ, હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર, રશીદ મીર, દિલીપ ઝવેરી, જવાહર બક્ષી, મનીષા જોષી, સિતાંશુ યશશ્ચન્દ્ર, નીરવ પટેલ, રઘુવીર ચૌધરી, ખલીલ ધનતેજવી, હર્ષ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ, અશોક ચાવડા, ગૌરાંગ ઠાકર, ધીરેન્દ્ર મહેતા,સંજુ વાળા, પંચમ શુક્લ, યોગેશ જોષી, કમલ વોરા, સુધીર પટેલ, અનિલ ચાવડા, બકુલ ટેલર, જયેન્દ્ર શેખડીવાલા, નયના જાની, જયદેવ શુક્લ, હેમંત ધોરડા,હર્ષદ ત્રિવેદી, લલિત વર્મા, પ્રફુલ્લ પંડ્યા, રાજેન્દ્ર પટેલ, હરિશ્ચંદ્ર જોશી, રિષભ મહેતા, યજ્ઞેશ દવે, અનિલ રમાનાથ, મધુમતી મહેતા, હેમેન શાહ,સુરેન્દ્ર કડિયા, રાજેશ વ્યાસ, ઉદયન ઠક્કર, શોભિત દેસાઈ,મણિલાલ હ. પટેલ, નીતિન વડગામા, અશરફ ડબાવાલા, ભરત નાયક,રાજેશ પંડ્યા ,જગદીપ ઉપાધ્યાય, ગાયત્રી ભટ્ટ, કુલદીપ કારિયા, હર્ષદ ચંદારાણા, અજય સરવૈયા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ, જિગર જોષી, બાબુ સુથાર
વાતમેળો
૧૩૯ ચકલી
ધીરુબહેન પટેલ
૧૪૩ શુભ લક્ષ્મીની...
પ્રવીણસિંહ ચાવડા
૧૫૭ અલીબાબા
મધુ રાય
૧૬૩ સંભ્રમ
હિમાંશી શેલત
૧૬૮ બંધ દરવાજો
વીનેશ અંતાણી
૧૭૯ બાય પાસ
ઉત્પલ ભાયાણી
૧૮૧ ધુમ્મસ
વર્ષા અડાલજા
૧૮૯ નિઃસંગ સમ્રાટ (લઘુનવલ-૧૩)
સુનીલ ગંગોપાધ્યાય
અનુ.: પ્રીતિ સેનગુપ્તા
૨૦૩ આપણો વિચાર વારસોઃ સત્ય એટલે શું?
પ્રવીણ જ. પટેલ
૨૧૦ વાલ્મીકિ રામાયણ-૨૯૯
૨૧૬ કેમ સખી ચીંધવો પવનને-૧૦
અનિલ રમાનાથ જોશી
૨૨૬ હાસ્યેન્ સમાપયેત્
આવરણ :અતુલ ડોડિયા ‘ફ્રોઝન સ્ક્રાઈબ’, 2012, કાગળ ઉપર જળરંગ 30’’ x 22’’
QUICK LINKS
  Bhavan's Books   Periodicals   Our Websites   Bhavan's (H.O), Mumbai
 
Online Bookstore
Locate A Store
Catalogue
Book Enquiry
 
Bhavan's Journal
Bhavan's Navneet
Navneet Samarpan (Gujarati)
Dimdima
Bharatiya Vidya
Samvid
Astrological Journal
 
www.dimdima.com
www.dimdimamagazine.com
www.navneetsamarpan.com
www.navneethindi.com
www.amritabharati.info
Gandhi Institute Website
www.bhavanslibrary.org
www.events.bhavans.info
 
Bhavans Kala Kendra
Bharatiya Sangeet & Nartan Shikhsapeeth
Jyotish Bharati
Bhavan's Library
Sanskrit Studies
Forthcoming Events
--: Bhavan - Chowpatty
--: Bhavan - Andheri
>