| Donate For A Cause | | | | Become A Life Member
સ્વતંત્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિનાં શ્રદ્ધા, સત્ય, સંયમ અને સમર્પણ જેવાં શાશ્વત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવા આધુનિક ભારતના આર્ષદ્રષ્ટા અને ગુજરાતી ભાષાના આગવા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૬3 વર્ષ પૂર્વે ૧૯૫૯માં સત્યમ્, શિવમ્ અને સુંદરમનો ત્રિવિધ સંદેશ ફેલાવવા જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક સમર્પણ શરૂ કર્યું. ૧૯૮૦માં એમાં 'નવનીત' જોડાયું અને 'નવનીત સમર્પણ' બન્યું. ગુજરાત અને ગુજરાતી તરીકેની અસ્મિતા દ્વારા સમાજ જીવનને ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું એમનું આ સ્વપ્ન સાકાર થયું. આજે એક લાખ કરતાં વધુ વાચકો સુધી ઉત્તમ સાહિત્ય દ્વારા ઉત્તમ સંસ્કાર અને જીવનનો આદર્શ લોકો સુધી દર મહિને કિફાયતી દરે પહોંચી રહ્યો છે. તમારું ભાવપૂર્વક એમાં સ્વાગત છે. 'નવનીત સમર્પણ' માત્ર એક સામયિક નથી પણ આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે.
Last updated on:20, April, 2022