NAVNEET SAMARPAN    
Gujarati Monthly Digest
જીવન...સાહિત્ય...સંસ્કાર...
'નવનીત સમર્પણ'... ગુજરાતનાં નાનાં-મોટાં ગામોમાં અને જગતનાં દૂર-સુદૂર સ્થાનોમાં વસનારી ગુજરાતી-ભાષી પ્રજાને ભારતીય વિદ્યા ભવને આપેલી એક મહામૂલી ભેટ છે અને એ અનોખી પ્રજાના વિજ્ઞાનમય સૂક્ષ્મ શરીરનું ભવને કરેલું ઝાઝેરું જતન છે.
  સિતાંશુ યશશ્ચંદ્ર
(વિદ્વાન કવિ,સંપાદક... નવનીત સમર્પણની સુવર્ણજયંતી નિમિત્તે ડિસેમ્બર 2008)
મિત્રોને નવનીત સમર્પણની ભેટ આપો.
Feedbacks
હું ‘નવનીત’નો એના આરંભકાળથી જ પ્રશંસક રહ્યો છું એટલું જ નહીં, પણ એમાં કૃતિ મોકલવાનું મને હંમેશાં ઉત્કટ મન થાય છે. અને જ્યારે તે તેમાં પ્રગટ થાય છે ત્યારે હું એક જાતના પ્રહર્ષ અનુભવું છું.
હું આ માસિકમાં છેક શ્રી હરીન્દ્ર દવે તંત્રી હતા ત્યારથી લખતો આવ્યો છું તે હવે શ્રી દીપક દોશી તંત્રીપદે છે ત્યારેય એમ કરવાનું મારું સૌભાગ્ય સમજું છું.
આમ જોઈએ તો ‘નવનીત સમર્પણ’ એક સંપૂર્ણ માસિક જેવું પ્રકાશન છે; એમાં ભિન્નરુચિને ભાવતો રસથાળ પીરસાય છે. આરંભમાં જ આપણી અધ્યાત્મસમૃદ્ધિ, રહસ્યમય તાત્વિક અનુભૂતિનું નિદર્શન હોય છે. તો અંત ભાગમાં આધુનિક વિજ્ઞાનની કોઈ વાત હોય છે. મૂળ વાલ્મીકિ રામાણયના હપ્તાવાર શ્લોકો એના અર્થ સાથે પ્રગટ થાય છે, શ્રી દિનકર જોશીની તથા શ્રી ધ્રુવ ભટ્ટ જેવા આધુનિક નવલકથાકારોની નવલકથા પણ હપ્તાવાર પ્રગટ થાય છે. કાવ્યવિભાગ તો ‘સમર્પણ’નો જ. તેનો દીપોત્સવી અંક તો ખરેખર જોવા જેવો હોય છે. એમાં આવતો ‘કાવ્યવિભાગ’તો જો એ જુદો કરી પ્રગટ કરીએ તો એક સારું સરખું સ્વતંત્ર વાર્ષિક ચયન થઈ શકે એવું પુનઃ પુનઃ વાચનક્ષમ પ્રકાશન બની શકે તેવું માતબર હોય છે. એમાં અખિલ ગુજરાતની સિદ્ધહસ્ત કલમો રજૂ થતી હોય છે. મારા જેવા કેટલાક વાચકો તો સૌપ્રથમ એ જ વિભાગ વાંચે છે ને વાગોળે છે. આ બધું ગંભીર ગણીએ તો હળવા હાસ્યરસની બે કોલમો અંત ભાગમાં આવે છે જે અંકને સમતોલ બનાવે છે. હું તો તરત જ છેલ્લું પાનું પ્રથમ વાંચું છું. ‘હાસ્યેન સમાપયેત.’ હા, હું હાસ્યથી સમાપન કરતો નથી, પ્રારંભ કરું છું. પ્રા. શરીફાબેન વીજળીવાળાના એસએમએસ પણ એવા જ રસ પીરસે છે. ‘શિશુમુખેથી’ વિભાગ તો વડીલોને ખૂબ વહાલો થઈ પડ્યો છે. ‘નવનીત’ના દીપોત્સવી અંકો પુસ્તકાલયોમા કાયમ સંભાળી રાખવા જેવા કીમતી નવડ્યા છે. તેનો નવલિકાવિભાગ પણ સંઘરી રાખવા જેવું વાચન પૂરું પાડે છે.
આ બઘું જ શુદ્ધ જોડણીમાં હોય છે એ કેટલું આનંદપ્રદ નીવડે છે! દરેક અંક ઠીક ઠીક દળદાર હોય છે! દીપોત્સવી અંક તો ખાસ.
‘નવનીત’ એ ભારતીય વિદ્યા ભવનન ઉપક્રમે પ્રગટ થાય છે પણ તે માત્ર તે સંસ્થાના જ સમાચારનું મુખપત્ર નથી રહેતું, મુંબઈથી પ્રગટ થાય છે. પણ તે માત્ર મુંબઈગરા લેખકોનું માસિક નથી રહેતું; તે આખા ગુજરાતના જીવન અને સાહિત્યનું માસિક બની રહે છે. તે કોઈ એક વાદને વરેલું નથી; પણ તે ખુલ્લા મનનું વાહક બની રહે છે; તે આખા કુટુંબમાં વંચાય છે. ભિન્ન ભિન્ન રુચિના ભાવકને તેમાંથી કંઈ ને કંઈ રસપ્રદ મળી રહે છે. આ અર્થમાં તે એક સંપૂર્ણ જીવનનું વાચક એવું પૂર્ણ માસિક બની રહે છે એટલું જ નહીં, આપણી ભારતીય સંસ્કૃતિનું જે સારવેલું-તારવેલું ‘નવનીત’ તત્ત્વ પણ છેવટે ભાવકમાં સંચિત થાય છે એથી એનું શીર્ષક પણ સાર્થક થતું જોવામાં આવે છે. હું ‘નવનીત’ને તેની સુવર્ણજયંતી નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું ને એને ‘શતાબ્દી’ તરફ જવા શુભેચ્છા પાઠવું છું. સ્વીકારશો.
ઉશનસ્ (કવિ)
Read this issue in Digital Format.
CLICK HERE
વર્ષ : ૪૧અંક :૧૨ એપ્રિલ ૨૦૨૧
મુનશીવાણી
શબ્દમૂળની શોધ
બંદર
હેમન્ત દવે
સંવાદીય
ધરતીના છોરુનો સાદ-૨
દીપક દોશી
૧૦ અભ્યાસ અને ઉપાસના
મકરન્દ દવે
૧૫ કાવ્યો:
વિનોદ જોશી, સાહિલ, પ્રફુલ્લ પંડ્યા, અર્પણ ક્રિસ્ટી, યોગેશ વૈદ્ય, સુધીર પટેલ, રમણીક સોમેશ્વર, જિત ચુડાસમા, મનોહર ત્રિવેદી, ભગવતીપ્રસાદ પંડ્યા
૨૨ સમાજ માતાનો મહિમા કરે છે, પરંતુ...?
ગુણવંત શાહ
૨૭ કાળજી નામે કેર
સતીશ વૈષ્ણવ
૩૭ અરુણા જાડેજાઃ એક મુલાકાત
શરીફા વીજળીવાળા
૪૭ નિર્દંભ આત્મકથા :‘કાગઝી હૈ પૈરહન’
પારુલ ખખ્ખર
૫૫ એક સાઇકિએટ્રિસ્ટની ડાયરી-૫
ડો. આનંદ નાડકર્ણી / અનુ. અમી ભાયાણી, ડો. શેફાલી થાણાવાલા
૬૨ અનોખો કબીર મત સુલઝા મોરી ધુંડી
સતીશચંદ્ર વ્યાસ
૬૫ ઋણ
ગિરીશ ભટ્ટ
૭૩ કવિ કાન્તની ખુરશી મારાં ભાવનગરનાં સંસ્મરણો-૨૫, ૨૬
પ્રવીણસિંહ ચાવડા
૮૦ સિતારવાદક અમિતા દલાલ
સરોજ પોપટ
૮૭ ચોકી, આગાહી, ગુલામી
જ્યોતિભાઈ દેસાઈ
૯૧ ‘અપુર સંસાર’, વિભૂતિભૂષણ, રવીન્દ્રનાથ, સત્યજિત, રૂપાંતરની પ્રક્રિયા
અમૃત ગંગર
૧૦૨ વનલતા
પ્રદીપ સંઘવી
૧૦૯ DNA ડબલ હેલિક્સનાં પહેલાં મહિલા-૨
દીપક જોશી
૧૧૫ આ વાતનું દુઃખ
બાદલ પંચાલ
૧૨૭ 'અમારો અતીતનો પ્રવાસ' એક નોંધ
વીરચંદ ધરમશી, હેમન્ત દવે
૧૩૨ ભવન્સ વૃત્ત
૧૩૭ વોટ્સએપ
સં. શરીફા વીજળીવાળા
૧૩૮ હાસ્યેન સમાપયેત્
આવરણ :
વૃંદાવન સોલંકી, મધર એન્ડ ચાઈલ્ડ, કાગળ ઉપર સેરીગ્રાફ, ૪૦ x ૪૦ ઈંચ, ૨૦૧૮. સૌજન્યઃ આર્ચર આર્ટ ગેલેરી, અમદાવા
QUICK LINKS
  Bhavan's Books   Periodicals   Our Websites   Bhavan's (H.O), Mumbai
 
Online Bookstore
Locate A Store
Catalogue
Book Enquiry
 
Bhavan's Journal
Bhavan's Navneet
Navneet Samarpan (Gujarati)
Dimdima
Bharatiya Vidya
Samvid
Astrological Journal
 
www.dimdima.com
www.dimdimamagazine.com
www.navneetsamarpan.com
www.navneethindi.com
www.amritabharati.com
Gandhi Institute Website
www.bhavanslibrary.org
www.events.bhavans.info
 
Bhavans Kala Kendra
Bharatiya Sangeet & Nartan Shikhsapeeth
Jyotish Bharati
Bhavan's Library
Sanskrit Studies
Forthcoming Events
--: Bhavan - Chowpatty
--: Bhavan - Andheri
>