 |
|
NAVNEET SAMARPAN |
|
|
Gujarati Monthly Digest |
જીવન...સાહિત્ય...સંસ્કાર... |
|
|
|
|
પ્રતિભાવ
|
|
'નવનીત સમર્પણ'... ગુજરાતનાં નાનાં-મોટાં ગામોમાં અને જગતનાં દૂર-સુદૂર સ્થાનોમાં વસનારી ગુજરાતી-ભાષી પ્રજાને ભારતીય વિદ્યા ભવને આપેલી એક મહામૂલી ભેટ છે અને એ અનોખી પ્રજાના વિજ્ઞાનમય સૂક્ષ્મ શરીરનું ભવને કરેલું ઝાઝેરું જતન છે.
|
|
સિતાંશુ યશશ્ચંદ્ર
(વિદ્વાન કવિ,સંપાદક... નવનીત સમર્પણની સુવર્ણજયંતી નિમિત્તે ડિસેમ્બર 2008)
|
|
|
|
|
|
નવનીત સમર્પણ માટે લવાજમ |
|
લવાજમનું ફોર્મ |
|
સારા પ્રસંગો |
|
મિત્રોને નવનીત સમર્પણની ભેટ આપો.
|
|
ભેટ માટેના લવાજમના ફોર્મ |
|
જાહેર ખબરના દર જોવા માટે ક્લીક કરો
|
|
|
|
સંપર્ક કરો |
|
|
|
Feedbacks
|
'નવનીત સમર્પણ'ને એની સુવર્ણજયંતીના અવસર પર હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
લગભગ દોઢેક દાયકાથી હું 'નવનીત સમર્પણ'નો નિયમિત વાચક રહ્યો છું. અને રસ પડતાં 'નવનીત સમર્પણ'ના દોઢ દાયકા પહેલાંના કેટલાક જૂના અંકો મેળવીને વાંચ્યા છે. એક વૈવિધ્યલક્ષી – ડાયજેસ્ટ પ્રકારના સામયિક તરીકે 'નવનીત સમર્પણ'ને જોતાં હું એમાંની સાહિત્યિક ગુણવત્તાને ઘણુંખરું પામ્યો છું. મારી ગરજે મળેલી એ 'પ્રાપ્તિ' બદલ મને આનંદ છે. ખાસ કરીને કવિતા, વાર્તા, નિબંધ, ધારાવાહિક નવલકથા ઉપરાંત ઈતર વાચને પણ મારાં રસરુચિને હંમેશાં સંકોર્યાં છે. 'નવનીત સમર્પણ'ની કવિતા અને વાર્તા મને વિશેષ આકર્ષે છે અને ખાસ કરીને એ બે સ્વરૂપ અન્ય સ્વરૂપની તુલનામાં વધુ ભાવતા હોય એવું બને. પણ એનું કારણ મને 'નવનીત સમર્પણ'ના દ્રષ્ટિસમ્પન્ન સંપાદનમાં સાંપડ્યું છે. સંપાદનદ્રષ્ટિને સરાણે ચડાવતી કૃતિઓનું આવી મળવું એ પણ એક કારણ. હરીન્દ્ર દવે, કુન્દનિકા કાપડિયા, ઘનશ્યામ દેસાઈ અને તમારા સંપાદનતળે પ્રગટેલાં 'નવનીત સમર્પણ'ની તુલના કરતાં-અછડતી તુલના કરતાં લાગ્યું છે કે બધાં સંપાદકોએ એમની સંપાદનદ્રષ્ટિની વિવિધતા-વિશિષ્ટતાથી 'નવનીત સમર્પણ'ના પુષ્પને સુગંધિત તો રાખ્યું છે, ઉપરાંત એટલું તાજુંય રાખ્યું છે કે એમાં સંપાદકના ગૃહીતો વા ઉત્તર-પૂર્વ-ગ્રહોની વૈયક્તિક છાપ ન ઊપસે. 'નવનીત સમર્પણ'ને મળેલા ઉમદા સંપાદકોએ સામયિકની ઓળખમાં પોતાની ગુરુતાને ગૌણ ગણી છે એ કોઈ પણ સામયિકને અપેક્ષિત હોય, એમાં સામયિકનું ગૌરવ પણ હોય.
નવા સર્જકોને-આશાસ્પદ રચનાઓને ઉમળકાભેર સ્થાન આપવું અને નીવડેલા સર્જકો પાસેથી ઉત્તમ કઢાવવું એ આ સામયિકની વિશેષતા રહી છે. છેલ્લા દાયકાના કેટલાક આશાસ્પદ સર્જકો 'નવનીત સમર્પણ'ના પાને ઓળખ પામ્યા છે તો કેટલાક નીવડેલા સર્જકો પુનઃ ઉત્તમ સર્જન સક્રિયતા દાખવી રહ્યા છે. સુંદર કવિતા-વાર્તા 'નવનીત સમર્પણ'ની આગવી ઓળખ છે. તમને એ જાણીને આનંદ થશે કે ગુજરાત સાહિત્ય પરિષદ પ્રકાશિત 'ગુજરાતી કવિતાચયન 2004' (સં. નીતિન વડગામા)માં ચયન પામેલી ને 13 સામયિકોમાંથી પસંદ થયેલી 100 જેટલી કવિતાઓ પૈકી 32 કવિતાઓ તો 'નવનીત સમર્પણ'માં જ પ્રગટ થયેલી છે.
તો પરિષદના એક અન્ય પ્રકાશન 'ગુજરાતી નવલિકાચયન 2007' (સં. હિમાંશી શેલત)માં 20 જેટલાં સામયિકોમાંથી પસંદ થયેલી 18 વાર્તાઓ પૈકી 11 વાર્તાઓ તો 'નવનીત સમર્પણ'માં જ પ્રગટ થયેલી છે. અહીં સ્થાન સંકોચે એની યાદી નથી આપતો, પણ આ કોઈ પણ સામયિક માટે- એના સાહિત્યિક ધોરણ માટે સંતોષના પહેલા ઓડકાર સમું કહેવાય!
આજે ગુજરાતી લખવા-વાંચવા બાબતે અનેક ફરિયાદો ઊઠી રહી છે. એમાંય ગુજરાતી સામયિક કે જેમાં સાહિત્ય-કલાની સરવાણી વહેતી હોય, એનો ઘરબેઠાં ગંગાનો લાભ પણ જોઈએ એટલો લેવાતો ન હોય ત્યારે 'નવનીત સમર્પણ' આશ્વાસનરૂપ છે. 'નવનીત સમર્પણ' વંચાય છે. માત્ર ખ્યાત સર્જકના રાઈટિંગ ટેબલ પર કે લાઈબ્રેરીના મેગેઝિન-સેલ્ફમાં જ નહીં, પણ રેલવે કે બસસ્ટેશનના વ્હીલર્સ બુક સ્ટોર્સ પર મળતું આ એકમાત્ર ગુજરાતી સાહિત્ય-કલા સામયિક છે એવું હું માનું છું. સસ્તી ચોપડિયું વચ્ચે મેં એનો સત્ત્વશીલ પ્રકાશ નિહાળ્યો છે.
'નવનીત સમર્પણ' સદાય ઉજમાળું રહે એવી અભ્યર્થના સાથે સૌને હાર્દિક શુભકામના પાઠવું છું.
|
નવનીત જાની (વાર્તાકાર) |
|
|
|
Latest Issue |
|
 |
|
Samarpan Online |
|
Read this issue in Digital Format.
|
|
CLICK HERE |
|
In this Issue... |
|
વર્ષ : ૪૧ | અંક :૧૨ |
એપ્રિલ ૨૦૨૧ |
|
૬ |
મુનશીવાણી
|
૭ |
શબ્દમૂળની શોધ બંદર હેમન્ત દવે |
૮ |
સંવાદીય ધરતીના છોરુનો સાદ-૨ દીપક દોશી |
૧૦ |
અભ્યાસ અને ઉપાસના મકરન્દ દવે |
૧૫ |
કાવ્યો: વિનોદ જોશી, સાહિલ, પ્રફુલ્લ પંડ્યા, અર્પણ ક્રિસ્ટી, યોગેશ વૈદ્ય, સુધીર પટેલ, રમણીક સોમેશ્વર, જિત ચુડાસમા, મનોહર ત્રિવેદી, ભગવતીપ્રસાદ પંડ્યા |
૨૨ |
સમાજ માતાનો મહિમા કરે છે, પરંતુ...? ગુણવંત શાહ |
૨૭ |
કાળજી નામે કેર સતીશ વૈષ્ણવ |
૩૭ |
અરુણા જાડેજાઃ એક મુલાકાત શરીફા વીજળીવાળા |
૪૭ |
નિર્દંભ આત્મકથા :‘કાગઝી હૈ પૈરહન’ પારુલ ખખ્ખર |
૫૫ |
એક સાઇકિએટ્રિસ્ટની ડાયરી-૫ ડો. આનંદ નાડકર્ણી / અનુ. અમી ભાયાણી, ડો. શેફાલી થાણાવાલા |
૬૨ |
અનોખો કબીર મત સુલઝા મોરી ધુંડી સતીશચંદ્ર વ્યાસ |
૬૫ |
ઋણ ગિરીશ ભટ્ટ |
૭૩ |
કવિ કાન્તની ખુરશી
મારાં ભાવનગરનાં સંસ્મરણો-૨૫, ૨૬
પ્રવીણસિંહ ચાવડા |
૮૦ |
સિતારવાદક અમિતા દલાલ સરોજ પોપટ |
૮૭ |
ચોકી, આગાહી, ગુલામી જ્યોતિભાઈ દેસાઈ |
૯૧ |
‘અપુર સંસાર’, વિભૂતિભૂષણ, રવીન્દ્રનાથ, સત્યજિત, રૂપાંતરની પ્રક્રિયા અમૃત ગંગર |
૧૦૨ |
વનલતા પ્રદીપ સંઘવી |
૧૦૯ |
DNA ડબલ હેલિક્સનાં પહેલાં મહિલા-૨ દીપક જોશી |
૧૧૫ |
આ વાતનું દુઃખ બાદલ પંચાલ |
૧૨૭ |
'અમારો અતીતનો પ્રવાસ' એક નોંધ વીરચંદ ધરમશી, હેમન્ત દવે |
૧૩૨ |
ભવન્સ વૃત્ત
|
૧૩૭ |
વોટ્સએપ સં. શરીફા વીજળીવાળા |
૧૩૮ |
હાસ્યેન સમાપયેત્
|
|
આવરણ : વૃંદાવન સોલંકી,
મધર એન્ડ ચાઈલ્ડ, કાગળ ઉપર સેરીગ્રાફ, ૪૦ x ૪૦ ઈંચ, ૨૦૧૮. સૌજન્યઃ આર્ચર આર્ટ ગેલેરી, અમદાવા
|
|
|
|
|
|